ધોરાજી શહેર ભાજપ બક્ષીપંચ મોરચાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સમક્ષ તાજેતરમાં ધોરાજીમાં બસ પલટી ખાઈ જતા ઈજાગ્રસ્તો અને મૃત્યુ પામનારના વારસદારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય અપાવવા માટે રજૂઆત કરી હતી. આ અંગે મોરચાના પ્રમુખ રાજીવભાઈ ચાવડા અને ટીમે કેન્દ્રીય મંત્રીના ઉપલેટા ખાતેના ભાજપ કાર્યાલય ખાતે મળીને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ લોકો પછાત વર્ગના અને ગરીબ સ્થિતિમાં રોજબરોજનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કેન્દ્રીય મંત્રીએ આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા આશ્વાસન આપ્યું હતું.