ધોરાજીના નરીયા કોલોનીના પંજેતન ગ્રુપ દ્વારા ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગમ્બર સાહેબના ૧૫૦૦મા જન્મ દિવસની ઉજવણી સેવાકીય કાર્ય દ્વારા કરવામાં આવેલ હતી. પંજેતન ગ્રુપ દ્વારા ધોરાજીની અત્યંત પછાત વિસ્તારમાં આવેલ શાળા નંબર ૨, ફરેણી રોડ પર સરકારી શાળામાં અભ્યાસ કરતા પછાત વર્ગના બાળકોને વિવિધ પ્રકારના ફૂડ વિતરણ કરી અને ઉજવણી કરાઈ હતી. ઈદે-મિલાદના દિવસે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને ફ્રુટ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેશેટીયન પણ ઉપસ્થિત રહ્યા હતા.









































