ધોરાજી બહારપુરા ખાતે આવેલી રોનક સ્કૂલ ખાતે દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ અને મૌલા અલી મદદ ગ્રુપ દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલના સહયોગથી એક ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લગભગ ૫૦૦ જેટલા દર્દીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયન, આંખના સર્જન ડોક્ટર અર્પિતા મિસ્ત્રી, ગાયનેક ડોક્ટર ભૂમિ પટેલ, બાળરોગ નિષ્ણાંત ડોક્ટર અંકિતા સાવલિયા, ડોક્ટર જેનિસ કથીરીયા, ડોક્ટર શિવાની જાની સહિતના નિષ્ણાત ડોકટરોએ સેવા આપી હતી.