ધોરાજી શહેર પોલીસના ઈન્ચાર્જ પી.આઈ. જે.પી. ગોસાઈ અને તેમની ટીમે મળેલી બાતમીના આધારે તુફેલ મુખ્તાર કારવાંના નિવાસસ્થાને રેડ પાડી હતી. તુફેલ કારવાં તેમના ઘરે બહારથી માણસોને બોલાવી જુગાર રમાડતો હોવાની માહિતીના આધારે પોલીસ પહોંચી હતી. રેડ દરમિયાન તુફેલ કારવાં સહિત ઇસ્માઇલભાઈ સંધી, રફિક વીરપડિયા, હુશેન ગરાણા, મોહસીન ગાબોલ અને રિઝવાન ગરાણા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપાના પાન અને રોકડા રૂ. ૩૨,૪૭૦ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.