ધોરાજીમાં આજે રામનવમીના પવિત્ર પર્વની અત્યંત ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સ્ટેશન રોડ અને રામ મંદિર ખાતે સવારે ધાર્મિક પૂજા-અર્ચના અને મહાઆરતી બાદ વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ શોભાયાત્રામાં ધોરાજી શહેર અને આસપાસના પંથકમાંથી ધર્મપ્રેમી જનતા, રાજકીય આગેવાનો, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ તેમજ સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ આકર્ષક ફ્‌લોટ્‌સ અને “જય શ્રી રામ” ના ગગનભેદી નાદ સાથે નીકળેલી આ યાત્રાને નિહાળવા માટે શહેરના માર્ગો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.