ધોરાજીમાં આઈટીઆઈ સામે સર્વિસ રોડ પર નાણાંની ઉઘરાણી બાબતે હિમાલય બારૈયા નામના કોળી યુવક પર કુહાડીના ઘા મારી જીવલેણ હુમલો કરાયો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં આ બનાવ હત્યામાં ફેરવાયો છે. આ ઘટનાના વિરોધમાં કોળી સમાજે ધોરાજીમાં રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું. પોલીસે બંને મુખ્ય આરોપીઓ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની અટકાયત કરી છે.