ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે મારડિયા ડુંગર તરફના રસ્તે તાજેતરમાં બનાવવામાં આવેલા નવનિર્મિત કોઝવે પુલની કામગીરી નબળી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પુલમાં ટૂંકા સમયમાં જ તિરાડો પડી જતાં ખેડૂતોએ કોઝવે પાસે એકત્રિત થઈ
આભાર – નિહારીકા રવિયા સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ કામ ફરીથી યોગ્ય રીતે કરાવવાની માંગ કરી હતી. ખેડૂત અગ્રણી પરેશભાઈ વાછાણીએ આક્ષેપ કર્યો હતો કે જિલ્લા પંચાયત દ્વારા રૂ.૧૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં કામ અત્યંત નબળું થયું છે અને આ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. બીજી તરફ, મોટીમારડ ગામના મહિલા સરપંચ શર્મિલાબેન ચાવડાએ ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોઝવેની કામગીરીમાં કોઈ ગેરરીતિ થઈ નથી અને આ કામ ગ્રામજનોની દેખરેખ હેઠળ જ કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ રસ્તા પર હાલમાં સોલાર પેનલના કામો ચાલી રહ્યા હોવાથી ભારે વાહનોની સતત અવરજવર રહે છે, જેના કારણે પુલમાં ક્ષતિઓ દેખાઈ હોઈ શકે છે.