ધોરાજી સિટી પોલીસે દારૂબંધીના ભંગ બદલ કડક કાર્યવાહી કરતાં વાડી પ્લોટ, બહારપુરા વિસ્તારમાં એક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના અધિકારીને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફના નિલેશભાઈ મકવાણા અને નારણભાઈ પંપાણીયા સહિતના સ્ટાફે વિશાલ ઉગાભાઈ પરમારના કબજા ભોગવટાવાળા મકાનમાં રેડ પાડી હતી. આ રેડ દરમિયાન પોલીસને ઇંગ્લિશ દારૂની ૧૮ બોટલ મળી આવી હતી. જોકે, રેડ દરમિયાન આરોપી વિશાલ ઉગાભાઈ પરમાર હાજર ન હોવાથી પોલીસે તેની ધરપકડ કરવા માટે શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.