‘ધુરંધર ૨’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે. આ ફિલ્મની હવે પાકિસ્તાનમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનના લ્યારી ક્ષેત્રના લોકોએ પણ ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
તાજેતરમાં, એક યુટ્યુબ ચેનલે લ્યારીનો એક વિડિઓ શેર કર્યો છે, જેમાં સ્થાનિક રહેવાસીઓએ ‘ધુરંધર ૨’ ની સફળતા પર પ્રતિક્રિયા આપી છે. વીડિયોમાં, એક વ્યક્તિએ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું, “જા ફિલ્મ ૧૦૦૦ કરોડ રૂપિયા કમાઈ રહી છે, તો ઓછામાં ઓછા ૫૦૦ કરોડ રૂપિયા લ્યારીના લોકોને આપો. ભલે તમે અડધી કમાણી આપો, પણ અહીંના રસ્તાઓ બનશે. જ્યારે બાળકો આ રસ્તાઓ પર ચાલે છે, ત્યારે તેમના પગમાં ફોલ્લા પડી જાય છે.”
બીજા વ્યક્તિએકહ્યું, “અમે ખૂબ માંગ કરી રહ્યા છીએ, પરંતુ લ્યારીના લોકોને કંઈ મળી રહ્યું નથી. અમને આપો, ભાઈ.” જ્યારે યુટ્યુબરે બીજા એકવ્યક્તિને પૂછ્યું કે “ધુરંધર ૨” ની કમાણીમાંથી લ્યારીના લોકોને કેટલું મળવું જાઈએ, ત્યારે તેવ્યક્તિએ જવાબ આપ્યો, “તેમને ઓછામાં ઓછા કરોડો મળવા જાઈએ. તેમને ૭૦%-૮૦% મળવા જાઈએ. કમાણી ક્યાથી આવી? તે લ્યારીના નામે અને અહીંનીસ્થિતિબતાવીને આવી હતી, તેથી તેમને ઓછામાં ઓછું આટલું મળવું જાઈએ.”
ભારતીય ચાહકોએ પણ આ વિડિઓ પર ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા આપી. એક યુઝરે લખ્યું, “આદિત્ય ધર, લ્યારીમાં તમારા નામ પર એક રસ્તો હોવો જાઈએ.” કેટલાકે તો તેને અયોગ્ય પણ કહ્યું. એકે લખ્યું, “ખૂબ જ શરમજનક.” બીજા યુઝરે મજાકમાં કહ્યું, “આ ખૂબ જ રમુજી છે.”
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ધૂરંધર ૨’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે અને એક પછી એક રેકોર્ડ તોડી રહી હોય તેવું લાગે છે. ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન હવે ૭૭૮.૭૭ કરોડ પર પહોંચી ગયું છે. તેનું વિશ્વવ્યાપી કલેક્શન ૧૧૫૧.૨૨ કરોડ પર પહોંચી ગયું છે. ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ, રાકેશ બેદી અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે.