ધારીનાં ચોરાપાશેરી ખાતે આવેલ ‘કેસરીનંદન હનુમાનજી મહારાજ’નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા બાળનાથ મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ધારીનાં લોકલાડીલા ધારાસભ્ય જે.વી.કાકડીયા, ભાજપ અગ્રણી જીતુભાઈ જોશી, પરેશભાઈ પટ્ટણી, ઘનશ્યામભાઈ હીરપરા, જીતુભાઈ પાઘડાળ વગેરેનું બાળનાથ મંડળનાં સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.