ધારી શહેરના કેટલાક વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીના કારણે પાણીની અછત ઊભી થઇ છે. જૂની કચેરી રોડ પર નગરપાલિકાનો પાણીનો ટાંકો આવેલ છે, તેમાંથી પાણી છલકાય છે, સવારથી સાંજ સુધી કે એનાથી પણ વધારે પાણીનો વેડફાટ થાય છે. આ અંગે સ્થાનિકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ ટાંકો છ મહિનાથી છલકાય છે અને રોજ પાણીનો બગાડ થઈ રહ્યો છે. લોકોના ટેક્ષથી જે વીજળી બિલ ભરવામાં આવે છે એનો પણ બગાડ નગરપાલિકાના લીધે થઈ રહ્યો છે.









































