ધારી ખાતે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત સમર કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કેમ્પમાં ૧૪૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો.સમર કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કલા અને જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પ્રકૃતિ વિશે સમજણ આપવાના ઉદ્દેશ્યથી ધારીના સફારી પાર્કની મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓએ પ્રકૃતિના સૌંદર્યને નજીકથી નિહાળ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ આનંદ માણ્યો હતો. બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આયોજિત સમર કેમ્પની વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ અને બીજા ક્રમે આવનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું,