ધારી-તુલસીશ્યામ રોડ પર બેફામ અને જોખમી રીતે વાહન ચલાવી સ્ટંટ કરી રહેલા એક યુવકને પોલીસે ઝડપી પાડ્‌યો હતો. યુવક વિરુદ્ધ પુરઝડપે, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી રોહિતભાઈ ઘનશ્યામભાઈ વાઘેલા રોયલ એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી રહ્યો હતો. તેણે જાહેર રોડ ઉપર માણસોની જિંદગી જોખમાય તે રીતે ગફલતભરી રીતે વાહન ચલાવીને સ્ટંટ કર્યા હતા. વધુમાં, તપાસ દરમિયાન માલુમ પડ્‌યું કે તે ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવી રહ્યો હતો. પોલીસે જાહેર માર્ગ પર જોખમી ડ્રાઇવિંગ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.