ધારી તાલુકાની સુખપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી જાડેજાના હસ્તે નવા પ્રવેશ મેળવનાર બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે, ગામના વડીલ ભનુભાઈ સોંડીગળા દ્વારા શાળાના બાળકોને સ્કુલબેગ અને કંપાસ બોક્સ જેવી શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે બાળકોને નાસ્તો કરાવીને પ્રોત્સાહિત કર્યા હતા, જે બદલ શાળા પરિવાર દ્વારા ભનુભાઈ સોંડીગળાને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.