ધારી વીપીજી હાઈસ્કૂલના આયોજન હેઠળ જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ ૨૦૨૫ નો પ્રારંભ થયો હતો. જેમાં ધારી તાલુકાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં ખેલ પ્રત્યે અભિરુચિ વધે એ માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ ઉત્સવ ઉજવવામાં આવે છે અનેક રાજકીય આગેવાનોની વચ્ચે ગર્લ્સ હાઇસ્કુલના ટ્રસ્ટી અમિતાબેન જસાણી પણ ખાસ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપ્યા હતા. આ તમામ કાર્યક્રમનું આયોજન વી.પી.જી. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સંજય પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.







































