દર મહિનાના પહેલા બુધવારે વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન રાજકોટ રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવે છે જેમાં ધારી અને ધારી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં લાભ લે છે. જેથી ગત તા.૭ના રોજ ધારી ખાતે બજરંગ ગૃપ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાકીય આગેવાનો રમેશભાઈ આહીર, દેવાભાઈ પાઠક, કિશોરભાઈ વનમોરા જેવા સેવાભાવી કાર્યકર્તા લોકો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો.વાઘેલા અને તેમની ટીમ દ્વારા સુંદર કામગીરી બજાવવામાં આવી હતી. નેત્ર નિદાન કેમ્પમાં ૬૦ જેટલા દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી. જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને આંખના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા.






































