ગાયત્રી ફાઉન્ડેશન ધારી દ્વારા દર્દીઓ માટે આઈ.સી.યુ. એમ્બ્યુલન્સનું લોકાર્પણ રમેશ દાદા અને ભારતીબેન રમેશભાઈ ઠાકર સુડાવડવાળાના શુભહસ્તે કરવામાં આવેલ હતું. દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી એમ્બ્યુલન્સ સેવા અર્પણ કરતી વેળાએ ધ લેક વ્યુ રિસોર્ટ ખાતે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવેલ હતું. ગાયત્રી ફાઉન્ડેશન ધારી સંચાલિત એમ્બ્યુલન્સ સેવાનો લાભ લોકોને મળતો રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ધારી શહેરના સમાજ શ્રેષ્ઠીઓ સહિત પત્રકાર મિત્રોએ હાજરી આપેલ હતી.