ધારી પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ધારી એસટી ડેપો ખાતે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ ધારી પોલીસ વિભાગના પીએસઆઇ રાઠોડનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ જનસામાન્યમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાનો રહ્યો હતો. આ પ્રસંગે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત તજજ્ઞો દ્વારા માર્ગ અકસ્માતો અટકાવવા, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ તેમજ ટ્રાફિક નિયમોના પાલન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસટી ડેપો ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી માર્ગ સલામતી અંગે માહિતગાર થયા હતા.