અમરેલી અને ધારી તાલુકા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે અચાનક વરસાદી ઝાપટા વરસતાં માર્ગો પર પાણી વહી ગયા હતા. સુખપુર, ગોવિંદપુર, કોબ્રા અને સરસિયા ગામે વરસાદના કારણે ખેતીવાડી વિસ્તારોમાં ઠંડકનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ગઈકાલે પણ આ વિસ્તારમાં હળવા ઝાપટા પડ્યા હતા. અમરેલી શહેરમાં પણ સાંજે વરસાદી ઝાપટું પડ્યું હતું.








































