ધારીમાં લાઇનપરાથી વેકરીયાપરા વચ્ચે યુવકનો મોબાઈલ પડી ગયો હતો. જેની અજાણ્યો ઈસમ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. નિલેશભાઇ કરશનભાઇ પીઠીયા (ઉ.વ.૩૭)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ
પ્રમાણે, તેઓ લાઇનપરામાં આવેલ પોતાની વાડીએથી વેકરીયાપરા ધારી પોતાના ઘર તરફ આવતી વખતે ૨૨૯૯૯ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન પડી ગયો હતો. જેની અજાણ્યો ઈસમ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી જે વાળા વધુ તપાસ કરી રહ્યા છે.






































