ભારત વિકાસ પરિષદ-બાપુનગર શાખા અને ભારત વિકાસ પરિષદ વિકલાંગ કેન્દ્ર-પાલડી દ્વારા ધારીના આંગણે એક અત્યંત પ્રશંસનીય અને માનવીય અભિગમ ધરાવતો ‘નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પ’ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ શારીરિક પડકારોનો સામનો કરી રહેલા દિવ્યાંગ ભાઈ-બહેનોને આત્મનિર્ભર બનાવવાનો એક ભગીરથ પ્રયાસ છે.
ધારીમાં અમરેલી રોડ પર બસ ડેપો પાસે આવેલી દામાણી બોયઝ હાઈસ્કૂલ ખાતે ગત તા. ૨૨-૦૨-૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯ઃ૦૦ થી બપોરે ૨ઃ૦૦ વાગ્યા દરમિયાન જે લાભાર્થીઓએ અગાઉ આ યોજના હેઠળ નામ નોંધાવ્યા હતા, તેમના માપ લેવાનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે સ્થાનિક અગ્રણીઓ કેતનભાઇ સોની, પરેશભાઈ પટણી, સુરેશભાઈ ગમારા સાહેબ, ચિરાગભાઈ પરમાર, અરવિંદભાઈ રંગપરિયા, રમેશભાઈ મકવાણા, પ્રકાશભાઈ કારીયા, મયુરભાઈ દવે સહિત તેમની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.








































