ધારીમાં ચોર ઈસમોએ પોલીસને પડકાર ફેંકતા હોય તેમ એક સાથે ત્રણ દુકાનોને નિશાન બનાવી હતી. પ્રફુલભાઈ કાળુભાઈ વાઘેલા (ઉ.વ.૪૫)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ચામુંડા વલ્કેનાઇઝ નામની દુકાનમાં કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૦૬/૦૬/૨૫ ના સાંજના સાડા સાતેક વાગ્યાથી તા.૦૭/૦૬/૨૦૨૫ ના સવારના નવ વાગ્યા દરમ્યાન કોઇપણ વખતે અપપ્રવેશ કરી દુકાનમાંથી રૂ.૧૧,૦૦૦ રોકડા ચોરી કર્યા હતા. તેમની બાજુમાં આવેલી સાહેદ વિનોદભાઇ મોહનભાઇ કારીયાની મહાલક્ષ્મી બેકરી સ્ટોલ નામની દુકાનમાં ઉપરના નળીયા ઉંચકાવી અપ્રવેશ કરી ગલ્લામાંથી રૂ.૩૦૦ મળી કુલ રૂ.૧૧,૩૦૦ની ચોરી કરી હતી. તેમજ સાહેદ અશ્વીનભાઇ નટરવરલાલ તૈલીની શ્રી રામ સેલ્સ એજન્સી નામની દુકાનમાં ઉપરથી નળીયા ઉંચકાવી અંદરની પ્લાયની સીંલીગનો લોક તોડી અંદર ઘૂસી દુકાનમાં ચોરી કરવાની કોશિષ કરી કરી હતી.