ધારીના હીમખીમડીપરામાં એક યુવકને ઉધારના પૈસા ચુકવવા મુદ્દે ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે જગદીશભાઈ પરબતભાઈ ડાભી (ઉ.વ.૩૬)એ સિકંદરભાઈ શરીફભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ આરોપીની દુકાને મુરઘી લેવા ગયા હતા. અગાઉ ઉધારમાં લીધેલી મુરઘીના રૂ. ૧૫૦ ચુકવવાના બાકી હતા જેથી આરોપીએ ઉધારના પૈસા ચુકવી દેવાનું કહી ગાળો આપી મુંઢમાર માર્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ અકબરભાઈ જુણેજા વધુ તપાસ કરી રહ્યા છે.