ધારીની અજંતા સોસાયટી નજીક આવેલી વાઘાપરા પ્રાથમિક શાળા ખાતેથી એક માનવ કંકાલ મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. કંકાલ કોનું છે અને તે ક્યાંથી આવ્યું તે દિશામાં પોલીસે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. પોલીસે આ અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.