ધારીની વીપીજી હાઈસ્કૂલ ખાતે આર.બી.એસ.કે. ટીમ દ્વારા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જોશીના માર્ગદર્શન નીચે વીપીજી હાઈસ્કૂલના તમામ ૮૭૦ વિદ્યાર્થીઓની ૪-D આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન, વજન -ઊંચાઈ, બી.એમ.આઇની ચકાસણી કરવામાં આવી હતી. જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવારની જરૂર હોય તેવા વિદ્યાર્થીઓને રિફર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને તદ્દન વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે.