ધારીની વાઘાપરા પ્રાથમિક શાળાના વોશરૂમમાં ખોપડી મળતા વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો. બનાવ અંગે શિક્ષકે પોલીસને જાણ કરી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ધારી વાઘાપરા પ્રાથમિક શાળાના વોશરૂમમાંથી એક ખોપડી (હાડકું) મળી આવી હતી. શાળાથી આશરે ૫૦૦ મીટર જેટલું દૂર સ્મશાન તેમજ સમાધિ સ્થળ આવ્યું છે. ત્યાંથી કોઇ જનાવર આ ખોપડી (હાડકું) શાળાના વોશરૂમ સુધી લાવ્યું હોવાનું નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.







































