ધારીની જી.એન.દામાણી સરકારી હાઈસ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. દામાણી હાઈસ્કૂલમાં વાલી મીટીંગ યોજાઇ હતી. જેમાં વાલીઓએ શાળા બાબતે ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધારીની જી.એન. દામાણી સરકારી હાઈસ્કૂલ ખાતે શનિવારે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાલી મિટિંગમાં વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. વાલીઓએ શાળાના સંચાલકો, આચાર્ય અને શિક્ષકોને રોષભેર રજૂઆત કરી હતી કે વિદ્યાર્થીઓ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા જ અત્યાચારો કરવામાં આવી રહ્યા છે રેગિંગ સુધીની ઘટનાઓ બનવા પામે છે. શાળામાં વિદ્યાર્થીઓ સિગારેટ પણ પીતા હોવાની ફરિયાદ વાલીઓએ કરી હતી.. જોકે શાળાના આચાર્ય દ્વારા પોતાના શિક્ષકોનો લૂલો બચાવ કર્યો હતો. જો વિદ્યાર્થીઓનું રેગિંગ થતું હોય તો ક્યારેય ચલાવી લેવાય નહીં ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે અને શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવે તેવી વાલી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે.