ધારીના હીમખીમડીપરામાંથી પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતાં ઈસમને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂપિયા ૧૯,૧૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રમેશભાઈ વલ્લભભાઈ સાતલીયા (ઉ.વ.૩૦) જાહેરમાં વરલી મટકાના આંક ફરકના આંકડા લખી વરલી મટકાનો જુગાર રમી રમાડતાં રેઇડ દરમિયાન વિવિધ આંકડાઓ લખેલી ૩ કાપલી, રોકડા ૨૫૫૦, એક મોબાઈલ મળી કુલ ૧૨,૫૫૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જ્યારે રમેશભાઈ મધુભાઈ ઈટોલીયા (ઉ.વ.૩૨) પાસેથી આંકડા લખેલી કાગળની કાપલી, રોકડા ૧૬૦૦, એક મોબાઈલ મળી કુલ ૬૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. પોલીસે બંને પાસેથી મળી કુલ ૧૯,૧૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જોરૂભાઈ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.