ધારી તાલુકાના વીરપુર ગામેથી પોલીસે ચાર પત્તા પ્રેમીને ઝડપી પાડ્‌યા હતા. તેમની પાસેથી રૂ. ૩૫૪૦ જપ્ત કરવામાં આવ્યા હતા. હકાભાઇ મામૈયાભાઇ કળોતરા, લાલજીભાઇ વજાભાઇ કંડોળીયા, મનસુખભાઇ દુદાભાઇ મકવાણા તથા સુખાભાઇ કાનાભાઇ પરમાર વીરપુર ગામે હનુમાનપરા રામદેવપીરના મંદિર પાસે જાહેર જગ્યામાં ગોળ કુંડાળુ વળી ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમતાં રેઈડ દરમિયાન પકડાયા હતા. તેમની પાસેથી રોકડા ૩૫૪૦ જપ્ત કરવામાં આવ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન બી માઢ વધુ તપાસ કરી રહ્યા છે.