ધારી તાલુકાના વિરપુર ગામમાં જળસ્તર ઊંચા લાવવાના અને ખેતીને સમૃદ્ધ બનાવવાના હેતુથી પ્રફુલભાઈ સેજલીયાના હસ્તે નવાણ નદી પર ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યોની સરાહના કરવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ નીલુબેન જોષીએ પાણીની વિકટ સમસ્યા અને તેના સંગ્રહ વિશે ઊંડી સમજ આપતા જણાવ્યું હતું કે, ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે જળ એ જ જીવન છે અને આ ચેકડેમ આગામી સમયમાં ગામની પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પ્રફુલભાઈ સેજલીયાએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર પાણીના સ્ત્રોત મર્યાદિત છે, તેથી જળ સંગ્રહ એ જ સાચી દેશસેવા છે. આ તકે વિલાસબેન ચોડવડીયા, રસિકભાઈ ચોડવાડીયા, વશરામભાઈ ચોડવાડીયા, ભુપતભાઈ ચોડવાડીયા, ભીખુભાઈ કોડિયા, ભરતભાઈ ભયાણી, પ્રફુલભાઈ શેલડીયા, દેવચંદભાઈ ચોડવાડીયા, નરેશભાઈ ચોડવાડીયા, ભરતભાઈ ચોડવાડીયા વગેરે હાજર રહ્યા હતા.