ધારીના બોરડી ગામની ભાલમ નામની સીમમાં વાડીએથી કેબલ વાયરની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. અશ્વિનભાઈ ભોળાભાઈ કુંજડીયા (ઉ.વ.૫૨) એ અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની વાડીએથી પાણીની ઈલેક્ટ્રીક મોટરનો ઈલેક્ટ્રીક કેબલ વાયર (કોપર વાયર) આશરે ૧૦૦ મીટર આશરે કિં.રૂ.૨૦,૦૦૦ નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો.









































