અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ગ્રામ્યપંથકોનો પ્રવાસ કરી ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. જેમાં ધારી તાલુકાના ધારગણી ગામે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ગામના સરપંચ અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. ગામમાં સીસીટીવી લગાવવાથી થતા ફાયદા અંગે ગ્રામજનોને જિલ્લા પોલીસ વડાએ માહિતગાર કર્યા હતા. તેમજ જિલ્લા પોલીસ વડાએ ગામમાં લગાડેલા સીસીટીવી કેમેરાને નિહાળ્યા હતા.