ધારીના દેવળા ગામમાં નવનિર્મિત રામજી મંદિરના ત્રણ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે સતાધારથી વિજયબાપુ, નીરુભગત નાગધ્રાથી ગોરાબાપુ અને ધારાસભ્ય જે.વી. કાકડીયા હાજર રહ્યાં હતા. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને ખીચા સરપંચ જીતુભાઈ બુહા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં દાંડીયા રાસ અને લોકડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રુદ્ર જીવદયા ગ્રુપ દ્વારા ગાયો માટે લીલોચારો, કુતરા માટે લાડવા અને કીડીઓ માટે કીડીયારુ જેવી સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.