ધારીના દુધાળા (ગીર) ગામે રહેતા ખેડૂતને લગ્નની ખોટી કંકોતરી મોકલી ભેજાબાજોએ રૂપિયા ૨.૯૧ લાખ ઉપાડી લીધા હતા. ઘટના અંગે શાંતીલાલ જીવરાજભાઈ બાળધા (ઉ.વ.૫૮)એ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના મોબાઈલ નંબર પર અજાણ્યા વ્યક્તિએ વસોયા પરિવારની લગ્નની કંકોત્રી મોકલી હતી. તેમજ અલગ અલગ સમયે યુપીઆઈ આઈડીથી રૂપિયા ૨,૯૧,૪૪૫ ઉપાડીને વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.