ધારી તાલુકાના ડાંગાવદર ગામના રહેણાંક વિસ્તારમાં દીપડાએ મગનભાઈ નારાયણભાઈ પટોળીયાની માલિકીના એક વાછરડા પર હુમલો કરી તેનું મારણ કરતા સમગ્ર પંથકમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ હિંસક ઘટનાને પગલે સ્થાનિક પશુપાલકો અને ખેડૂતો પોતાના પશુધનની સુરક્ષાને લઈને અત્યંત ચિંતિત બન્યા છે. ગ્રામજનોએ આ બાબતે વન વિભાગને તાત્કાલિક જાણ કરી દીપડાને પાંજરે પૂરવા અથવા રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવા માટે ઉગ્ર રજૂઆત કરી છે જેથી ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય અને લોકો નિર્ભય બની પશુપાલન કરી શકે તેવી ગ્રામજનોએ અંતમાં માંગ કરી છે.






































