ધારીના છતડીયા ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. યુવતીએ માતા-પિતા સાથે ઝઘડા બાદ ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું. યુવતીના પગલાંથી પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. બનાવ અંગે આકાશભાઈ જીલુભાઈ મોલડીયા (ઉ.વ.૨૪)એ જાહેર કર્યા મુજબ, રીંકલબેન જીલુભાઈ મોલડીયા (ઉ.વ.૧૯)ને તેના માતા-પિતા સાથે ઝઘડો થયો હતો. જેથી મનમાં લાગી આવતાં ઝેરી દવા પી જતાં મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. માઢક વધુ તપાસ કરી રહ્યા છે.