ધારીના આંબરડી રોડ પર એક અતિ દુર્લભ કેમેલિયન કાચીંડો કેમેરામાં કેદ થયો હતો. સામાન્ય રીતે ગાઢ જંગલોમાં જોવા મળતી આ પ્રજાતિનો કાચીંડો ભાગ્યે જ ખુલ્લા વિસ્તારમાં જોવા મળે છે, લીલા રંગનો આ કેમેલિયન કાચીંડો દિવસમાં ત્રણ વખત રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે. કાચીંડાની અનેક પ્રજાતિઓમાંથી કેમેલિયન પ્રજાતિ ખૂબ જ ઓછી જોવા મળે છે, આ કાચીંડો તેના રંગ બદલવાના ગુણધર્મને કારણે જાણીતો છે, જે તેને શિકારીઓથી બચવા અને શિકાર કરવા બંનેમાં મદદ કરે છે.