ધારી તાલુકાના અમૃતપુર ગામના એક ફાર્મ વિસ્તારમાં દીપડાની અવરજવર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રાત્રિના સમયે ફાર્મ હાઉસ ખાતે લગાવેલા કેમેરામાં દીપડો નિર્ભય રીતે ફરતો જોવા મળ્યો હતો. ગીર જંગલ નજીક હોવાથી વન્ય પ્રાણીઓની અવરજવર સામાન્ય છે, પરંતુ દીપડાનું ફાર્મ સુધી આવવું ચિંતાજનક છે. આ ઘટનાથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. લોકોએ વન વિભાગને જાણ કરી તાત્કાલિક પાંજરું મૂકવા અને યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.