ધારી તાલુકાનાં દલખાણીયા ખાતે મૃતકના વારસદારને એસબીઆઈ દલખાણીયા દ્વારા વીમા પોલિસીની રકમ રૂ. ર૦ લાખ ચુકવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એસબીઆઇ દ્વારા જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમાં જનરલ પર્સનલ એકિસડન્ટ વીમા યોજના વગેરે જેવી પોલિસીઓ આપવામાં આવે છે. દલખાણીયા ગામના દિનેશ મનસુખભાઈ ડોબરીયા દ્વારા પર્સનલ એકિસડન્ટ વીમા પોલિસી લેવામાં આવેલી હતી જેની તેમના પરિવારને કોઈ જાણકારી નહોતી. તેમનું મકાનની દિવાલ પડતાં આકસ્મિક મૃત્યુ થયું હતું. જ્યારે તેમનો પુત્ર ખાતું બંધ કરાવવા આવ્યો ત્યારે તેમને ખબર પડી કે તેમના પિતાની રૂ.૧,૦૦૦ ની વીમા પોલિસી ચાલુ છે. ત્યારે દલખાણીયાના બ્રાન્ચ મેનેજર સૌરભ સિંહા અને સ્ટાફ તેમજ હર્ષ કિશોરભાઈ સંઘાણી દ્વારા દિનેશભાઈના પત્નીને ૨૦ લાખ રૂપિયાનો ચેક ફાળવવામાં આવ્યો હતો.