વડોદરામાં સાયબર ઠગાઈના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે સાયબર ઠગોએ હવે નેતાઓને પણ છોડ્યા નથી. ત્યારે વડોદરામાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર ઠગે ફોન કર્યો હતો. હું મુંબઈથી બોલું છું અને તમને નોટિસ મોકલી છે તેવી ધમકી પણ આપી હતી.કોલની શંકા જતાં ધારાસભ્યએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. સાયબર ઠગે ફોન કરી યોગેશ પટેલને ખોટી ધમકી આપી ડિજીટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જા કે યોગેશ પટેલને ફોન પર શંકા જતા તેમને પોલીસ કમિશનર અને ગૃહ મંત્રીને સમગ્ર મામલે જાણ કરી હતી.મળતી માહિતી પ્રમાણે સાયબર ઠગે ધારાસભ્ય યોગેશ પટેલને ફોન કરીને પોતે મુંબઈથી બોલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ઠગે કહ્યું હતું કે, “તમને નોટિસ મોકલવામાં આવી છે” અને કાયદાકીય કાર્યવાહી તેમજ ધરપકડ જેવી ધમકી પણ આપી હતી. આ ફોન કોલ દરમિયાન ઠગે ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ધારાસભ્ય દબાણમાં આવીને તેની માંગણીઓ સ્વીકારી લે. પરંતુ યોગેશ પટેલે સતર્કતા વાપરી હતી અને આ સમગ્ર મામલે પોલીસ કમિશર અને ગૃહ મંત્રીને ફરિયાદ કરી હતી. રોડ અને લારીઓ પર વેચાતા સીમ કાર્ડ લેતા પહેલા ૧૦૦ વખત વિચાર કરજા કેમકે આવા સિમકાર્ડ જાખમરૂપ સાબિત થાય છે, સીમ કાર્ડ માટે અપાતા ડોક્્યુમેન્ટમાં પણ દૂરૂપયોગ થવાની શક્્યતા રહેલી હોય છે. જેથી કરીને જે પણ લોકો આવા સિમકાર્ડ ખરીદે છે તે ચેક કરીને ખરીદે










































