અમરેલી-કુંકાવાવના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના પ્રયાસોથી અમરેલી અને કુંકાવાવ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મોટા પાયે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. કુલ ૨૨ પ્રાથમિક શાળાઓમાં ૬૭ નવા વર્ગખંડો મંજૂર થયા છે, જ્યારે ૧૦૫ ક્લાસરૂમનું રીનોવેશન પણ કરાશે. આ ઉપરાંત, ૧૫ શાળાઓમાં ગર્લ્સ ટોયલેટ બ્લોક અને ૧૮ શાળાઓમાં બોયઝ તથા દિવ્યાંગો માટેના ટોયલેટ બ્લોક બનશે. ૧૭ પ્રાથમિક શાળાઓમાં નવા મધ્યાહન ભોજન શેડ અને ૧૪ પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ પણ મંજૂર કરવામાં આવી છે. આ તમામ કાર્યો માટે કુલ ૧૮.૫૭ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કૌશિકભાઈ વેકરીયા દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવાયું છે કે આ વિકાસ કાર્યો આગામી દિવસોમાં શરૂ થશે, જેનાથી પ્રાથમિક શિક્ષણના સ્તરમાં સુધારો થશે.