મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના કાયદા, માનવ અધિકાર અને આરટીઆઈ વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રિયપરિષદ ‘બંધારણીય પડકારોઃ દ્રષ્ટિકોણ અને માર્ગો’ ના બીજા સત્રની અધ્યક્ષતા કરી. ધર્મ અને બંધારણ વિષય પર બોલતા, મુખ્યમંત્રીએ કહ્યું કે ધર્મ એ વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે અને રાજ્યનો અભિગમ ધર્મનિરપેક્ષ હોવો જાઈએ, જેમાં દરેક ધર્મનું સન્માન કરવું જાઈએ અને દેશની શાંતિ અને સુમેળની પ્રાચીન પરંપરાઓ જાળવી રાખવી જાઈએ. સર્વ ધર્મ સમભાવની વિચારધારાને અનુસરીને, દેશમાં ભાઈચારાની ભાવનાને પોષવી જાઈએ, જે ધર્મનિરપેક્ષતા અને ધાર્મિક સ્વતંત્રતાનો મજબૂત પાયો છે.
સુખુએ કહ્યું કે આપણા દેશમાં દરેક ધર્મનું સન્માન કરવામાં આવે છે અને દેશની વિવિધતા દેશની તાકાત છે. તેમણે કહ્યું કે આપણે આપણી ધાર્મિક સહિષ્ણુતા માટે જાણીતા છીએ અને આ સમૃદ્ધ મૂલ્યોની ગેરહાજરીમાં, સમાજમાં હિંસા અને સંઘર્ષની પરિસ્થિતિઓ ઊભી થાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ધર્મ લોકોને જાડે છે અને ધર્મનો ઉપયોગ લોકોને વિભાજીત કરવા માટે ન થવો જાઈએ. ધર્મને રાજકારણથી અલગ કરવા માટે દરેક પ્રયાસ કરવો જાઈએ. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ, ડા. અભિષેક સિંઘવી, અલ્કા લાંબા, પ્રમોદ તિવારી અને અન્ય લોકોએ પણ પોતાના વિચારો રજૂ કર્યા.
Home રસધાર રાજકીય રસધાર ધર્મ એ વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે અને રાજ્યનો અભિગમ બિનસાંપ્રદાયિક હોવો જાઈએ,મુખ્યમંત્રી સુખવિંદર