વિશ્વવિખ્યાત, ધર્મનું શ્રેષ્ઠ ઉદાહરણ દર્શાવતી હિંદુ સંસ્કૃતિ એ હિન્દુસ્તાનનું અને સમગ્ર વિશ્વનું Ìદય છે. આ સંસ્કૃતિ વર્ષોથી અવિરત ચાલતી આવે છે અને અનેક માનવીને માનવ બનાવી આ માનવીય સમુદ્રનો તાજ બની છે. આ સંસ્કૃતિનો ગુજરાતની ધરા પર બનેલો અકલ્પનીય ઇતિહાસ એટલે સોમનાથ મંદિરનો ઇતિહાસ.
દેવાધિદેવ મહાદેવના આ જ્યોતિર્લિંગથી આ ગુર્જર ધરા પાવન થતી હોય, સમુદ્ર તેના ચરણોમાં નમી પડતો હોય, પ્રકૃતિને વંદન કરવા આ મંદિરે આવવું પડતું હોય અને Ìદયના એક અવાજે ધર્મપ્રેમીના દરેક વિÎન દૂર કરી પોતાનું પ્રમાણ પૂરવાર કરતા આ જ્યોતિર્લિંગ પર આજથી વર્ષો પહેલા અધર્મીની નજર પડી.
કહેવાય છે ને કે ; ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ’. કદાચ… પાપનો ઘડો ભરાઈ ગયો હશે અને કદાચ… એવું પણ બન્યું હશે કે; આ સનાતન સંસ્કૃતિના શક્તિ પ્રદર્શનની જરૂરિયાત ઊભી થઈ હશે. ધર્મ ધરા પર અધર્મી વધ્યા હશે…, કાળ વર્ષોથી ભુખ્યો હશે.., કદાચ… મહાદેવે નિમિત્ત માત્ર બનાવ્યા હશે, ધર્મ અને અધર્મને પોતાના મૂળ સ્વરૂપ સુધી લઈ જવાના પ્રયાસો હશે, કદાચ…. ઈશ્વરની આ પૂર્વનિર્ધારિત ઘટના હશે જેમાં સનાતન સંસ્કૃતિનું પ્રમાણ આપવા માટે પહેલેથી જ યોદ્ધાઓને દેવો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હશે…, આ બધી તો કલ્પના કરીએ તેટલી ઓછી છે અને ઈશ્વરની શક્તિ પાસે તો આપણે બુંદ પણ ના કહેવાઈએ તે સનાતન સત્ય છે.સમૃદ્ધિના શિખરે ચમકતું આ જ્યોતિર્લિંગ શાંતિની સરિતા વહેવડાવી સત્ય ધર્મનો અનુભવ કરાવે અને જ્યાં હૃદયથી મન સુધીના મેળાપથી માનવ બની જવાય તેવી પ્રકૃતિની વર્ષા કરાવતી આ ધરા મહાદેવના ચરણોમાં સમર્પિત થતી હોય તેવું નજરે નિહાળાય છે. હિંદની સમૃદ્ધિના તાજ સમા ચમકતા આ મંદિરની સમૃદ્ધિથી લાલચુ અને અધર્મી લલચાય, તેની નીયત ખરાબ થાય તે વાત નક્કી જ હતી. ત્યારે અધર્મનો તાજ પહેરી ફરતો આ અફઘાની પણ મંદિરની સમૃદ્ધિથી લલચાઈ ચડાઈ કરવાના અહંકારમાં ડૂબ્યો. પણ આ તો કંઈક અલગ અસ્તિત્વ ધરાવતું સોમનાથનું મંદિર હતું. જેનો ઇતિહાસ જોતાં જ સત્ય ધર્મ અનુભવાય.ઇતિહાસના પાનાને આપણને ફેરવીએ તો સમુદ્રમંથન જેવા ઈતિહાસથી કંડારાયેલ સોમનાથનું મંદિર છે. ધર્મયુદ્ધનું સાક્ષી.. સત્યના પ્રકાશને પાથરતો એ સૂર્ય… વિશ્વવિખ્યાત મહાભારતના યુદ્ધમાં પણ ગીતાજ્ઞાન આપી વર્ષો પછી પણ માનવીને આ ગીતાજ્ઞાનથી સાચો માર્ગ બતાવનાર… મૈયાનો લાલો… રાધાનો શ્યામ.. ભગવાન શ્રી કૃષ્ણએ આ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ફરીવાર ધર્મદર્શન માટેનું કાર્ય કર્યું હતું. ત્યારે સમગ્ર હિન્દુસ્તાનની સમૃદ્ધિના શ્રેષ્ઠ ઉદાહરણ સમાન આ સોમનાથ મંદિર વિશ્વ વિખ્યાત હતું.
ઈ. સ. ૭૨૫ માં અરબીઓએ હુમલો કર્યો. ઈ. સ. ૧૦૨૫ માં મહંમદ ગઝનવીએ મંદિર પર હુમલો કર્યો. ઈ.સ. ૧૨૯૯ માં અલાઉદ્દીન ખીલજીએ અધર્મ આચર્યું ને મંદિર તોડ્‌યું. ઇ.સ. ૧૩૯૫માં મુસાફર ખાને અધર્મ આચર્યું. ઈ. સ. ૧૪૧૪ માં ગુજરાતમાં અફઘાની સ્થાપક શહેનશાહે ફરીવાર મંદિરને તોડવાનું દુષ્કર્મ કર્યું. ત્યારબાદ ઇ.સ.૧૪૬૦ માં મહંમદ બેગડાએ અધર્મભર્યું કાર્ય કરી મંદિરનો નાશ કર્યો. ઈ. સ. ૧૭૦૬ માં ઓરંગઝેબ બાદશાહે ફરીવાર અધર્મભર્યું કર્મ કર્યું. આમ છતા અનેકવાર મંદિરને તોડી પાડવા છતાં જેમ સત્યનો સૂરજ ઉગે તેમ ધર્મનું અડીખમ પ્રતીક સોમનાથ મહાદેવનું મંદિર ફરીવાર નિર્માણ પામતું રહેતું હતું. વારંવાર મંદિર પર આટ-આટલી અધર્મીની દ્રષ્ટિ પડતી કારણ કે તે અધર્મીઓને તેનો કાળ બોલાવી રહ્યો હતો. આમ, અધર્મનો નાશ કરવા માટે ઈશ્વરે પોતાનું ચક્ર ગોઠવ્યું જ હોય છે.
કાળને થોભાવી દે અને વાંચતાની સાથે રોમે-રોમમાં અગ્નિ પ્રગટે તેવું આક્રમણ રાક્ષસી માયાના બીજા અવતાર મહમદ ગઝનવીએ કર્યું હતું. જાણે અધર્મનો સમુદ્ર પણ કહી શકાય તેવું કર્મ કરી પોતાના કાળને બોલાવી રહ્યો હતો. સોમનાથ મંદિર પર આક્રમણ સમયે સોમનાથ મહાદેવની રક્ષા કાજે ઘણા રાજા-મહારાજાઓ આવ્યા. પરંતુ તે સર્વને પરાજીત કરી જેમ આગ સમુદ્રમાં પ્રવેશે તેમ તેમણે સોમનાથમાં પ્રવેશ કર્યો ત્યારે ઈશ્વરના આ આસ્થા કેન્દ્રની રક્ષા માટે… ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે… અને સનાતન સંસ્કૃતિની લાજ માટે ૫૦૦૦૦ હજાર જેટલા ભક્તો, પંડિતો અને પૂજારીઓ આ અધર્મની ફોજ સામે ઉતરી પડ્યા અને મહાદેવના આ જ્યોતિર્લિંગની સુરક્ષા કવચ બની ગયા. આ ઈશ્વર પ્રત્યેના વિશ્વાસ અને સનાતન સંસ્કૃતિની લાજ પ્રત્યેનું સમર્પણ જોઈ મહંમદ ગઝનવી પણ કંપી ઊઠ્‌યો. પરંતુ શસ્ત્ર વગર તો આ અધર્મની સેના સામે કેમ જીતવું? અને ક્રૂરતાનો આ સમુદ્ર તો ગાંડો બન્યો હતો.૫૦૦૦૦ હજારથી વધુ લોકોને મોતની પથારીમાં સુવડાવી, રક્ત વહેવડાવી આ પાવન ધરાને રક્તથી લાલ બનાવી, નિર્દોષ માનવીઓની લાશોને ધરતી ઉપરની ચાદર બનાવી, તેના પર ચાલીને સોમનાથ મંદિરને તોડી પાડવામાં આવ્યું. આ પહેલા પણ ૧૬ વખત હુમલો કરી લૂંટવામાં આવ્યું હતું અને આ સમયે તો લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
માત્ર આટલું જ નહીં જતા જતા પોતાની સાથે હિંદની નારીઓને પણ લઈ જવાનું દુષ્ટ સાહસ કર્યું. પરંતુ આ તો ધર્મ વિજયની ધરા છે. રા-નવઘણે હિન્દુસ્તાનની નારીના સ્વાભિમાન માટે લડત આપી અને રસ્તામાં જ હિન્દુસ્તાનના આ સ્વાભિમાને સ્ત્રીશક્તિને છોડાવી ધર્મ વિજયનો ધ્વજ રોપ્યો.
વાયુવેગે ધર્મરક્ષાના પ્રહાર કરતાં, અધર્મીઓને પોતાના નામ માત્રથી ધ્રુજાવી દે એવું કાર્ય કરતાં, સત્યના સાથી અને લોક કલ્યાણના તાજ, દરેકના હૃદયના ધબકારામાં ધબકતા લોખંડી પુરુષ ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે ઈ.સ. ૧૯૫૧ માં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો ત્યારે હિન્દુસ્તાનની સંસ્કૃતિનો અને સનાતન ધર્મનો ધ્વજ લહેરાયો. મહંમદ ગઝનવી જ્યારે ૨૦૦૦ કિલોમીટર દૂરથી આવીને આપણા સોમનાથ મંદિરને લૂંટી ફરી પોતાના વતનમાં જતો રહે ત્યારે ઉણપ માત્ર આપણી એકતામાં હશે. આટલો રસ્તો પાર કર્યા પહેલાં જ સૌ સાથે મળીને લડ્‌યા હોત તો કદાચ… આ અધર્મનો નાશ કરી શકાયો હોત. ઇતિહાસ ફરીવાર પુનરાવર્તન ના પામે તે માટે આપણે સૌ એક થઈને ભારતને ભવ્ય બનાવવામાં આપણું યોગદાન આપીએ. વિશ્વમાં હિન્દુસ્તાનની સંસ્કૃતિ અને સનાતન ધર્મનો ફેલાવો કરી આપણી શક્તિ અને માનવતાના દીપ દીપાવીએ. સદા સોમનાથ મહાદેવના ચરણોમાં વંદન કરી ભારતને ભવ્ય બનાવીએ. વંદે માતરમ્‌