રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોમવારે રાત્રે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું મોકલી દીધું હતું. જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યસભાના અધ્યક્ષ હતા. હવે તેમના રાજીનામાથી આ બન્ને પદ ખાલી થઈ જશે. આવી સ્થિતિ વ્યવસ્થા જાળવવા માટે આ બન્ને પદો શક્યા તેટલી વહેલી તકે ભરવા જરૂરી બનશે. હાલમાં વચગાળાના રાષ્ટ્રપતિ પદ માટે એક નામ પર ખૂબ જ જારશોરથી ચર્ચા ચાલી રહી છે. તે વ્યક્તિ પત્રકારત્વમાંથી રાજકારણમાં આવ્યા છે અને હવે તેઓ દેશના બીજા સૌથી મોટા પદ પર બિરાજમાન થાય તેવી શક્યતા છે.
જા આપણે ભારતીય બંધારણ પર નજર કરીએ તો, ઉપરાષ્ટ્રપતિપોતાના પદ પરથી રાજીનામું આપે છે, તો તેમનું પદ ભરવા માટે શક્ય તેટલી વહેલી તકે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવી જાઈએ. આ ચૂંટણી ખાલી પડેલી તારીખથી છ મહિનાની અંદર થવી જાઈએ. જ્યાં સુધી આ ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિની ફરજા, ખાસ કરીને રાજ્યસભાના અધ્યક્ષની જવાબદારી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ અથવા રાષ્ટ્રપતિની દ્વારા અધિકૃત રાજ્યસભાના કોઈપણ અન્ય સભ્ય દ્વારા નિભાવવામાં આવે છે.
રાજ્યસભામાં ઉપાધ્યક્ષના પદ પર વર્તમાનમાં હરિવંશ નારાયણ સિંહ નિયુક્ત છે. તેઓ સપ્ટેમ્બર ૨૦૨૦થી આ પદ પર કાર્યરત છે. ધનખરના રાજીનામા બાદ તેઓ વચગાળાના ઉપરાષ્ટ્રપતિ બનવાની શક્યતાઓ છે. જા કે રારાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજ્યસભાના અન્ય કોઈ વરિષ્ઠ સભ્યને આ જવાબદારી સોંપે નહીં. આ સમય દરમિયાન રાજ્યસભાનું સંચાલન કરવાની સાથે તેમણે ઉપરાષ્ટ્રપતિ તરીકે આપવામાં આવેલી અન્ય જવાબદારીઓ પણ નિભાવવી પડશે. આ વચગાળાની નિમણૂક નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સુધી કુલ ૬ મહિના માટે રહેશે અને આ પછી તેમને તેમના જૂના પદ પર પુનઃસ્થાપિત કરવામાં આવશે.
હરિવંશ નારાયણ સિંહ જેડીયુના નેતા છે. તેઓ પત્રકારત્વમાંથી રાજકારણમાં આવ્યા છે. તેમને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના માનવામાં આવે છે. હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે. તેઓ જયપ્રકાશ નારાયણ (જેપી) ના આંદોલનથી ખૂબ પ્રભાવિત હતા અને વિદ્યાર્થી રાજકારણમાં પણ સક્રિય હતા. તેમણે ટાઇમ્સ ઓફ ઈન્ડિયા, સાપ્તાહિક મેગેઝિન ધર્મયુગ, મેગેઝિન રવિવાર, પ્રભાત ખબરમાં કામ કર્યું છે. જેડીયુએ તેમને ૨૦૧૪માં રાજ્યસભામાં નામાંકિત કર્યા. આ પછી તેઓ ૨૦૨૦માં ફરીથી રાજ્યસભાના સભ્ય બન્યા. તેમનો કાર્યકાળ આગામી વર્ષ ૨૦૨૬ સુધી છે.