શુભમન ગિલ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેના બેટમાંથી ઘણા રન આવી રહ્યા છે. જ્યારથી તે કેપ્ટન બન્યો છે, ત્યારથી તેનું પ્રદર્શન સુધર્યું છે અને તે સામે આવ્યું છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં, તેણે એવી રીતે પ્રદર્શન કર્યું જે ભાગ્યે જ જાવા મળે છે. ભલે તેણે ત્રીજી ટેસ્ટ મેચમાં ઘણા રન બનાવ્યા ન હોય, તે ઐતિહાસિક રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો.
ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં, શુભમન ગિલે અત્યાર સુધીમાં કુલ ૬૦૭ રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે. આ સાથે, તે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો. તેણે રાહુલ દ્રવિડનો ૨૩ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દ્રવિડે ૨૦૦૨ માં ઇંગ્લેન્ડમાં યોજાયેલી ટેસ્ટ શ્રેણીમાં કુલ ૬૦૨ રન બનાવ્યા હતા. હવે તેનો રેકોર્ડ પાછળ રહી ગયો છે.
ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્‌સમેનઃ
શુભમન ગિલ-૬૦૭ રન, (૨૦૨૫)
રાહુલ દ્રવિડ-૬૦૨ રન, (૨૦૦૨)
વિરાટ કોહલી-૫૯૩ રન, (૨૦૧૮)
ગિલ જબરદસ્ત ફોર્મમાં છે
શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ૧૪૭ રનની ઇનિંગ રમી હતી. ભલે ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય, ગિલ પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો. આ પછી, તેણે બીજી ટેસ્ટમાં જબરદસ્ત ફોર્મ બતાવ્યું. તેણે બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ૨૬૯ રન અને બીજી ઇનિંગમાં ૧૬૧ રન બનાવ્યા. તે ટીમની જીતમાં મોટો હીરો બનીને ઉભરી આવ્યો. તેણે ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ૧૬ રન અને બીજી ઇનિંગમાં ૬ રન બનાવ્યા.
શુભમન ગિલે વર્ષ ૨૦૨૦ માં ભારતીય ટેસ્ટ ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તે ટીમ ઇન્ડિયાના બેટિંગ ઓર્ડરનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તેણે ૩૫ ટેસ્ટ મેચમાં કુલ ૨૫૦૦ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી ૮ સદી અને ૭ અડધી સદી ફટકારવામાં આવી છે.