પીઠવાજાળના માજી સરપંચ ભીખાભાઈ દેસાઈનું દુઃખદ નિધન થતા
અમરેલીમાં કાર્યરત અખબાર સંજાગ ન્યૂઝ પરિવારના મોભી અને પીઠવાજાળ ગામના પૂર્વ સરપંચ ભીખાભાઈ દેસાઈનું દુઃખદ નિધન થતા દેસાઈ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ભીખાભાઈ દેસાઈએ ૪૦ વર્ષ પહેલા પીઠવાજાળ ગામના સરપંચ અને સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી. થોડા દિવસો પહેલા ભીખાભાઈ દેસાઈનું દુઃખદ નિધન થયું હતું. ભીખાભાઈ દેસાઈના નિધનના સમાચાર મળતા જ રાજકિય, સામાજિક અને પત્રકાર જગતના આગેવાનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ દુઃખદ ઘટનામાં દેસાઈ પરિવારને સાંત્વના આપવા માટે ભોજલધામ ફતેપુરના મહંત પૂ. ભક્તિરામબાપુ, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, અવધ ટાઈમ્સના વિજયભાઈ ચૌહાણ, અશ્વિનભાઈ કુંજડિયા, ચેરમેન આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત અમરેલી સહિત રાજકિય અને સામાજિક આગેવાનો સાથે જિલ્લાના વિવિધ શહેરોના પત્રકારોએ પીઠવાજાળ ગામે જઈ નિલેશભાઈ અને સુરેશભાઈ દેસાઈ તથા દેસાઈ પરિવારને સાંત્વના પાઠવી હતી.









































