દેશમાં કોરોનાના કેસમાં પ્રતિદિન ૧૫ હજારથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે જે ચિંતાજનક બાબત છે, આજે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ચેપના ૨૦,૫૫૧ નવા કેસ નોંધાયા છે. ૨૧,૫૯૫ દર્દીઓ કોરોના સંક્રમણથી સાજા પણ થયા છે. જ્યારે ૪ ઓગસ્ટ એટલે કે ગુરુવારે દેશમાં કોરોનાના ૧૯,૮૯૩ નવા કેસ નોંધાયા હતા. પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં જ કોરોના સંક્રમિતોનો આંકડો ૨૦ હજારને વટાવી ગયો છે સરકારી ચોપડે નોંધાયેલા ડેટા અનુસાર દેશમાં ચેપને કારણે વધુ ૭૦ લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને ૫,૨૬,૬૦૦ થઈ ગયો છે
દેશમાં કોરોના દર્દીઓના ૧,૩૫,૩૬૪ સક્રિય કેસ છે. જ્યારે તેની સકારાત્મકતા દર ૫.૧૪ ટકા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૫૨,૬,૬૦૦ લોકોના મોત થયા છે. આ રોગમાંથી સાજા થયા પછી રજા મેળવનારા લોકોની સંખ્યા ૪૩,૪૪૫,૬૨૪ પર પહોંચી ગઈ છે. તે સુખદ છે કે ભારતમાં રસીકરણની સંખ્યા ૨,૦૫,૫૯,૪૭,૨૪૩ ના આંકડા સુધી પહોંચી ગઇ છે.
દેશમાં દરરોજ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. અગાઉ ૨ ઓગસ્ટે ૧૩ હજાર કેસ નોંધાયા હતા. જે બાદ એવી આશંકા હતી કે કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ ૩ ઓગસ્ટના રોજ સંક્રમિતોની સંખ્યામાં જારદાર ઉછાળો આવતા ૧૭ હજાર કેસ નોંધાયા હતા. અગાઉ ૧ ઓગસ્ટના રોજ ૧૬,૪૬૪ કેસ નોંધાયા હતા અને ૩૧ જુલાઈએ ૧૯,૬૭૩ નવા કેસ નોંધાયા હતા.