દેશભરમાં હવામાન હાલમાં બે ભાગમાં વહેંચાયેલું છે. જ્યારે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી શરૂ થઈ ગઈ છે, ત્યારે દક્ષિણ ભારતમાં ચક્રવાતી તોફાન લેન્ડફોલ કરવાની તૈયારીમાં છે.ખરેખર, પહાડી રાજ્યોમાં હિમવર્ષાની અસરો હવે મેદાની વિસ્તારોમાં દેખાઈ રહી છે. ઠંડા પવનોએ ઉત્તર ભારતમાં શિયાળાને વધુ તીવ્ર બનાવ્યો છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં શીત લહેર અને હિમવર્ષાની શક્્યતા યથાવત છે, જેના કારણે હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં હવે ઠંડીની અસર અનુભવાઈ રહી છે.રાષ્ટ્રીય રાજધાનીના હવામાનની વાત કરીએ તો, દિલ્હી આજે ઠંડી રહેશે. દિવસ સ્વચ્છ અને તડકો રહેશે. મહત્તમ તાપમાન ૨૩°સેથી ૨૪°સે ની આસપાસ રહેશે, જ્યારે રાત્રે લઘુત્તમ તાપમાન ૮°સે થી ૧૦°સે સુધી ઘટી શકે છે.ઉત્તર પ્રદેશમાં હવામાન સ્વચ્છ રહેશે પરંતુ ઠંડુ રહેશે. તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં શીત લહેર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મહત્તમ તાપમાન ૨૪°સેથી ૨૬°સેની વચ્ચે અને લઘુત્તમ તાપમાન ૮°ઝ્ર થી ૧૧°ઝ્ર ની વચ્ચે રહેવાની ધારણા છે.આ દરમિયાન, બંગાળની ખાડીમાં હવામાન અચાનક બગડી રહ્યું છે, જ્યાં આગામી ૨૪ થી ૪૮ કલાકમાં ‘સેન્યાર’ નામનું ચક્રવાતી તોફાન ત્રાટકશે. હવામાન વિભાગ (સ્કાયમેટ) અનુસાર, આ તોફાન આંદામાન સમુદ્રમાં ઝડપથી વિકસશે. ૪૦ થી ૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે.આ તોફાન ભારતના દક્ષિણ અને દરિયાકાંઠાના રાજ્યોને સૌથી વધુ અસર કરશે.આઇએમડીએ ૨૫ નવેમ્બરથી ૧ ડિસેમ્બર દરમિયાન ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે, તમિલનાડુ, કેરળ,આંધ્રપ્રદેશ,આંદમાન અને નિકોબાર ટાપુઓ,ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો,આ વિસ્તારોમાં ભારે વરસાદ, ભારે પવન અને પૂરની આગાહી છે.








































