ચૂંટણી અધિકાર સંગઠન એડીઆરના નવા અહેવાલ મુજબ, દેશના ૩૦ મુખ્યમંત્રીઓમાંથી ૧૨, એટલે કે ૪૦ ટકા, એ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પોતાની વિરુદ્ધ સૌથી વધુ ૮૯ કેસ જાહેર કર્યા છે, જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ૪૭ કેસ જાહેર કર્યા છે.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ૧૯ કેસ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ૧૩ કેસ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પાંચ કેસ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સુખવિંદર સિંહ સુખુએ ચાર-ચાર કેસ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને બે કેસ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ એક કેસ જાહેર કર્યો છે.આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે ત્રણ બિલ લાવ્યા છે, જેમાં ગંભીર ફોજદારી આરોપોમાં ૩૦ દિવસ માટે ધરપકડ કરાયેલા વડા પ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને દૂર કરવાની જાગવાઈ છે. ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ના રિપોર્ટ મુજબ, ૧૦ એટલે કે ૩૩ ટકા મુખ્યમંત્રીઓએ તેમની સામે નોંધાયેલા ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે, જેમાં હત્યાનો પ્રયાસ, અપહરણ, લાંચ અને ફોજદારી ધાકધમકી સંબંધિત કેસોનો સમાવેશ થાય છે.છડ્ઢઇ એ જણાવ્યું હતું કે તેણે રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ ૩૦ વર્તમાન મુખ્યમંત્રીઓ દ્વારા આપવામાં આવેલા સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. આ ડેટા તેમની છેલ્લી ચૂંટણી લડતા પહેલા તેમના દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાંથી લેવામાં આવ્યો છે.એડીઆરએ તેના તાજેતરના અહેવાલ – “ભારતના ૨૭ રાજ્ય વિધાનસભાઓ અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોના વર્તમાન મુખ્યમંત્રીઓનું વિશ્લેષણ ૨૦૨૫” માં ખુલાસો કર્યો છે કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ૯૩૧ કરોડથી વધુની સંપત્તિ સાથે દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી છે, જ્યારે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ ૩૩૨ કરોડની સંપત્તિ સાથે બીજા સૌથી ધનિક મુખ્યમંત્રી છે.સૌથી ધનિક મુખ્યમંત્રીઓની યાદીમાં, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ૫૧ કરોડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમના સૌથી ધનિક છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે ફક્ત ૧૫ લાખની સંપત્તિ છે અને તેઓ દેશમાં સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી છે.એડીઆરે તેના વિશ્લેષણમાં શોધી કાઢ્યું છે કે રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓની સરેરાશ સંપત્તિ ૫૪.૪૨ કરોડ રૂપિયા છે. આ ૩૦ મુખ્યમંત્રીઓમાંથી ૨ (૭%) અબજાપતિ છે. જ્યારે ૩૦ મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ ૧,૬૩૨ કરોડ રૂપિયા છે.