આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે દેશના નાગરિકોની રક્ષા માટે પરિવારથી દૂર રહેતા ભારતીય સેનાના વીર જવાનો સુરક્ષિત રહે તેવી પ્રાર્થના સાથે ઇનરવ્હીલ ક્લબ અમરેલીના બહેનો દ્વારા અમરેલીના શહીદ જવાન મનીષ મહેતાના ૧૮૧૨ રોકેટ રેજીમેન્ટ આર્ટીલરી યુનિટ અંબાલા ખાતે ૩૦૦ થી વધુ જવાનો માટે રાખડીઓ મોકલવામાં આવી હતી. શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા “બંધન ટુ બ્રેવરી” કાર્યક્રમ અંતર્ગત દેશના સૈનિકો માટે રક્ષાસૂત્ર મોકલવા માટે ટ્રસ્ટ દ્વારા ઇનરવ્હીલ ક્લબ ઓફ અમરેલી ગીરના તમામ બહેનોના કાર્યની પ્રશંસા કરી આભાર માનવામાં આવ્યો હતો.